મોરબીમાં વિકાસ પામેલા વિશ્વ વિખ્યાત સિરામિક એસોના વોલ ટાઈલ્સ વિભાગના પ્રમુખની ચુંટણી માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા બાદ અન્ય એક હરીફ ઉમેદવારે હરેશભાઈ બોપલીયાને સમર્થન આપતા હરેશભાઈ બોપલીયા બિનહરીફ ચૂંટાયા છે
મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે નીલેશભાઈ જેતપરિયાનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જેથી પ્રમુખ પદની ચુંટણી માટે હરેશભાઈ બોપલીયા, ચતુરભાઈ પાડલીયા અને પ્રદીપભાઈ કાવઠીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી માટે ત્રણ ફોર્મ ભરાયા બાદ ચતુરભાઈ પાડલીયાએ ઉમેદવારી પરત ખેંચી હતી તો પ્રદીપભાઈ કાવઠીયાએ હરેશભાઈ બોપલીયાના સમર્થનમાં દાવેદારી પરત ખેંચી લેતા વોલ ટાઈલ્સ એસો પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે ત્યારે સિરામિક એસોના હોદેદારો અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.