રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી તેવું પ્રસ્થાપિત કરતી મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન મહિલાઓ
મોરબીની જિલ્લાની સિનિયર સીટીઝન બહેનો કરશે રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ
રમવા માટે કોઇ ઉંમરની મર્યાદા નડતી નથી એવું મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન બહેનોએ પ્રસ્થાપિત કર્યું છે. ગત તા.૧૭-૦૩-૨૦૨૩ના રોજ સ્વામીનારાયણ વિદ્યાલય, હરબટીયાળી, ટંકારા ખાતે એથ્લેટિક્સ અને રસ્સાખેંચ સ્પર્ધા તેમજ તા.૧૮-૦૩-૨૦૨૩ના રોજ નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, મોરબી ખાતે યોગાસન અને ચેસ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં સિનિયર સીટીઝન બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સિનિયર સીટીઝન મહિલાઓ આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.