મોરબીના નજીક આવેલા રવાપર ગામે બોની પાર્ક માં આવેલ એક ફ્લેટમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ હતી આ જુગારની રેડમાં થી પોલીસે ₹ ૧.૭૯૦૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી
જાણવા મળતી વિગતો મુજબ રવાપર નાં બોની પાર્ક માં આવેલ રાજધાની ફલેટ નં 702 માં રહેતા જાગૃતિ બેન અનિલભાઈ બોપલીયા ના ફલેટ માં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ચાર મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ હતી ડીજે માં જુગાર રમતા જાગૃતીબેન અનિલભાઈ બોપલીયા રહે રવાપર રોડ મોરબી હંસાબેન કાળું ભાઇ ગોસ્વામી રહે વાવડી રોડ મોરબી અનિશા કાસમભાઇ સુમરા રહે મકરાણી વાસ મોરબી અને ભારતીબેન હિતેષભાઇ કાસુન્દ્રા રહે રવાપર રોડ લિલાપર રોડ રામકો બંગલો ની પાછળ મોરબી આમ જુગાર રમતી ચારેય મહિલાઓ નેં ઝડપી લઈ ને રોકડ રકમ ₹૧.૭૯૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં -૨૧૯ એમ-૪૦ મકાન વાળી શેરી પાસેથી વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન...
મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર નજીક ચામુંડા હોટલ સામે સિ.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૫૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં...
શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ મોરબી શહેરમાં જુગારની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી...