કાર્યકર્તાઓના ઘડતર માટે છ સત્રોમાં વિવિધ વિષયો પર રાજયકક્ષાના હોદેદારો માર્ગદર્શન પુરૂ પાડ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજ ના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ક્ષે સૌના શાબ્દિક સ્વાગત સાથે અભ્યાસ વર્ગની આચારસંહિતા વિશે વાત કરી ત્યારબાદ નવયુગ શૈક્ષણિક સંકુલના કર્તા ધરતા પી.ડી.કાંજીયાએ સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને અભ્યાસ વર્ગની જરૂરિયાત વિશે વાતો કરી હતી પ્રથમ સત્રમાં મિલનભાઈ પૈડાએ સંઘ પરિચય આપ્યો ત્યારબાદ રાજ્ય મહાસઘના મંત્રી રતુભાઈ ગોળે અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા વિશે ચર્ચા અને ચિંતન રજૂ કર્યું ત્યારબાદ સત્ર- ૩ માં મુળજીભાઈ ગઢવી પ્રચાર મંત્રી પ્રાંત ટિમ અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા સંગઠનની કાર્ય પદ્ધતિ અને સદસ્યતા પ્રવાસ વિષય રજૂ કર્યો,
કિશોરભાઈ શુક્લ સાર્થક વિદ્યાલયના સંચાલકે નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો વિશે સત્ર લીધું હતું સત્ર પાંચમું અશોકભાઈ સતાસિયાએ
હોદેદારોની જવાબદારી સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષે પ્રચાર – પ્રસાર કેવી રીતે કરવો? વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સમારોપ સત્રમાં ડો.જયંતીભાઈ ભાડેસિયા સંઘ ચાલકજી પશ્ચિમ ક્ષેત્ર દ્વારા ઉપસ્થિત સૌ શિક્ષક કાર્યકરોને હાલની સમગ્ર દુનિયા અને દેશ વિશે જુદાં જુદાં ધર્મો વિશે, શિક્ષણ પ્રણાલી વિશે વાત કરી હતી,રતુભાઈ ગોળ મંત્રી રાજ્ય મહાસંઘ મુળજીભાઈ ગઢવી કચ્છ હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત મહેશભાઈ બોપલીયા કાર્યવાક હસમુખભાઈ પટેલ પ્રચારકજી મોરબી જિલ્લો કિરણભાઈ કાચરોલા મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજા વગેરેએ જુદા જુદા સત્રોમાં અધ્યક્ષ પદ શોભવ્યું હતું.અંતમાં ડો.જ્યંતીભાઈ ભાડેસીયા દ્વારા માયાબેન ડાંગર મહિલા અધ્યક્ષ માળીયા, રસીકભાઈ ભાગીયા ટંકારા તાલુકા ઉપાધ્યક્ષ, રોહિતભાઈ ચીકાણી કાર્યકારી અધ્યક્ષ, હીમાંશુભાઈ સરવૈયા પ્રચાર મંત્રી ટંકારા, ધીરજલાલ જાકાસણીયા,મેહુલભાઈ જાકાસણીયા,રણજીતભાઈ કટેસિયાને કારોબારી સભ્ય મોરબી તરીકે ઘોષણા કરી હતી.
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...
માળીયા મીંયાણા ગામની સીમ ગુલાબડી વિસ્તાર પાસેથી પાસેથી હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે એક ઈસમને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા ગામની ગુલાબડી વિસ્તાર પાસે આવેલ ઇન્ડીયા કારખાને જવાના રસ્તા પાસે એક ઇસમ પોતાની પાસે એક જામગરી હથીયાર સાથે રાખી ચાલીને આવે છે એવી બાતમીના આધારે...