મોરબી: તા.૧/૧/૨૦૨૩ રવિવાર ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગરનું જે. એ.પટેલ મહિલા કોલેજ ખાતે બપોરે ૩ થી ૬ના સમયમાં એકત્રીકરણ તથા પથ સંચલન યોજાયું.
સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા તથા સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વયંસેવકો એ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વિગેરેના સુંદર પ્રયોગ કરેલ. શારીરિક પ્રયોગો બાદ મહિલા કોલેજ, જી.આઇ.ડી.સી, શનાળા રોડ, ડૉ. ભાડેસિયા હોસ્પિટલ થઈને મહિલા કોલેજ રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચલન ઘોષના તાલ સાથે નીકળેલ જેને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપેલ.
આ પથ સંચલનમાં અંદાજે ૧૫૦ સ્વયંસેવકો એ ઉત્સાહભેર ભાગ લીધેલ. ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે મનનીય વક્તવ્યમાં જણાવેલ કે હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની હાકલ કરી હતી. આ ગૌરવ યુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલો ડિયા,રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, સહ કાર્યવાહ જસ્મિનભાઈ હિંસુમોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વિગેરેનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળેલ . આ કાર્યક્રમમાં અંદાજે ૨૩૦ સ્વયંસેવક ઉપસ્થિત રહેલ.
લાંબા અંતરની તો ઠીક પરંતુ ડેમુ ટ્રેન પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી
મોરબી જિલ્લો છે સીરામીક નગરી છે લાખો પરપ્રાંતિયો મજૂરો છે અનેક વખત લાંબા રૂટની ટ્રેન ની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન જંખી રહ્યા હતા ત્યારે...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે અવારનવાર દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કિં રૂ. ૬૦૦૦ નો મુદામાલ એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન...