હળવદ તાલુકાની માનગઢ, નવી જોગડ, જુના માલણીયાદ, બુટવડાની સરકારી પ્રાથમિક શાળાઓના એક હજારથી વધુ બાળકોને રણ કાંઠાની અસહ્ય ગરમીમાં ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે એવા હેતુથી રોટરી ક્લબ ઓફ હળવદ અને લાયોનેશ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી ધીરજલાલ મોરારજી અજમેરા ચેરિટી ટ્રસ્ટ, મુંબઈના આર્થિક સૌજન્યથી કુલર તેમજ ફિલ્ટર ફિટ કરી આપવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે જેમને પાણી વાલી બાઈ તરીકેનું બિરુદ આપી સન્માનિત કરેલ છે અને અત્યાર સુધીમાં એમના દ્વારા વિવિધ જગ્યાએ 140 જેવા પરબો બનાવેલ છે એવા મયુરિકાબેન જોબાલીયાના વરદ હસ્તે ચારેય શાળાના પરબોનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવેલ.
લાય. જ્યોતિબેન મહેતા અને રોટે. રાજેન્દ્રસિંહ રાણાના પ્રમુખ કાર્યકાળમાં આ પ્રોજેક્ટનું આયોજન થયુ હતું.પ્રોજેક્ટ ચેરમેન લાય. મયુરિકાબેન જોબાલિયા અને પ્રોજેક્ટ ચેરમેન રોટે. ગજેન્દ્રભાઈ મોરડીયાની જહેમતથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો.દરેક શાળાના આચાર્યો તેમજ સ્ટાફ મિત્રોનો ખૂબ સાથ સહકાર સાંપડ્યો હતો.
રોટરી હળવદ દ્વારા અગાઉ ગોલાસણ, નવા કડીયાણા, રાયધરા, શાળા નંબર-૪ હળવદ , મંગળપુર, કેજીબીવી હોસ્ટેલ મેરૂપર,દરબાર નાકે, વૈજનાથ મંદિર, ટીબી હોસ્પિટલ સુરેન્દ્રનગર જેવી જગ્યાઓ ઉપર લાયોનેશ કલબ, અન્ય દાતાઓ અને મયુરીબેનના સાથ, સહકારથી પાણીના કુલ 13 સુંદર પરબો બનાવેલ છે.
આ કાર્યક્રમમાં નરભેરામભાઈ અઘારા, જનકબેન અઘારા, સુરેશભાઈ પટેલ, મીનાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....