મોરબી : મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે હાલમાં વિષમ પરિસ્થિતિના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વીજખાધને ધ્યાનમાં રાખીને કરારિત વીજભારની મર્યાદામાં વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા ગ્રાહકોને અપીલ કરાઈ છે.
અને કરારિત વીજભાર કરતા વધારે વીજ વપરાશ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
વીજ તંત્રના જણાવ્યા મુજબ હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ છે. એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને હિસાબે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદઅંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજખાધ ઉભી થવા પામેલ છે. જેને ધ્યાને રાખી પી. જી. વી. સી. એલ. મોરબીના માનવંતા ગ્રાહકોનેઅપીલ કરવામાં આવેલ છે.મુજબ વીજ જોડાણમાં કરારિત વીજભારની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા તેમજ શક્ય હોય તો બિનજરૂરી વીજ વપરાશ/ વેડફાટ ટાળવા તથા વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. જે ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ વી. એલ. ડોબરીયા (અધિક મુખ્ય ઈજનેર, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, મોરબી)ની યાદીમાં જણાવાયું છે.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા...