વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના. સંસ્થાના યુવા સંગઠન આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 128 અને વોલીબોલની 200થી વધુ ટીમ રમી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 23 દિવસ ચાલનારા વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે 12 ફેબ્રુઆરીએ સમાપન સમારોહનું આયોજન કરાયું છે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો,ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે. આ સાથે જ આજે મુખ્ય સંગઠન- મહિલા સંગઠન અને યુવા સંગઠનની સમગ્ર ટીમનું સ્નેહમિલનનું પણ આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી 2000થી વધારે સંગઠનના પદ્દાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્રિકેટની 128 ટીમમાંથી બેસ્ટ 11 ખેલાડીઓ રણજીત ટ્રોફીમાં રમશેઃ આર.પી. પટેલ