વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે તૃતીય દિવસ પૂર્ણ થયો. જિગ્નેશ દાદાના સ્વમુખેથી સતત તૃતીય દિવસે પણ 6 હજારથી વધુ ભાવિભક્તોએ શ્રીમદ્દ ભાગવત કથાના રસપાનનો લાભ લીધો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો એવમ્ રાજ્યભરમાંથી પધારેલા મા ઉમિયાના ભક્તોએ અખંડ બ્રહ્માંડના અધિપતી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપતી ભાગવત કથાનો લાભ લીધો. કથા સાથો સાથ વિશ્વઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાની દેવવાણીનો રણકાર નિરંતર સંભળાઈ રહ્યો હોય ત્યારે આજે તૃતીય દિવસે પણ વધુ 75 મહાનુભવોએ પણ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પાયા પિલ્લર બનવાનો લાભ લીધો છે. અર્થાત્ અત્યાર સુધીમાં વિશ્વઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત 680 ભાગ્યશાળી મહાનુભાવોએ લાભ લીધો છે. તો વળી હવે માત્ર 760 મહાનુભાવોને જ પાયાના પિલ્લર બનવાનો લાભ બાકી છે.
તૃતીય દિવસે 75 મહાનુભાવો હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયાઃ આર.પી.પટેલ