મોરબી પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કોઈપણ જાતનો વીજકાપ/ લોડ શેડિંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓદ્યોગિક એકમો દ્વારા ખાસ કરીને રવિવારે રજા રાખવામાં આવતી હોય છે
જેથી રવિવારના દિવસે ઓદ્યોગિક વીજ માંગમાં ઘટાડો જોવા મળે છે જયારે સપ્તાહના અન્ય દિવસોમાં માંગમાં વધારો રહે છે પરંતુ રાજ્યના બિન સતત પ્રક્રિયા ધરાવતા એચ.ટી. એલ.ટી. ઓદ્યોગિક એકમો જે અઠવાડિયે ખાસ કરીને મોરબી જિલ્લાને બુધવારે સ્ટેગર ડે (અઠવાડિક રજા) નક્કી કરવામાં આવેલ છે જેથી સમગ્ર રાજ્યના ગ્રીડ સંતુલન જાળવવામાં મદદરૂપ થશે
આમ, મોરબી જિલ્લાના તમામ ઔધોગિક એકમોને આપવામાં આવતા વીજ પુરવઠામાં કોઇપણ જાતનો વીજ કાપ/લોડ શેડીંગ મુકવામાં આવેલ નથી અને ૨૪X૭ અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ તંત્રની યાદીમાં જણાવ્યું છે
લાંબા અંતરની તો ઠીક પરંતુ ડેમુ ટ્રેન પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી
મોરબી જિલ્લો છે સીરામીક નગરી છે લાખો પરપ્રાંતિયો મજૂરો છે અનેક વખત લાંબા રૂટની ટ્રેન ની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન જંખી રહ્યા હતા ત્યારે...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે અવારનવાર દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કિં રૂ. ૬૦૦૦ નો મુદામાલ એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન...