મોરબીના શનાળા રોડ પર આવેલ સમય ગેટને જર્જરિત હાલતમાં હોવાથી હટાવી લેવામાં આવ્યો તો આ સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગેટને કેમ હટાવવામાં ન આવ્યો.
મોરબી: મોરબી સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગેટ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે ગમે ત્યારે અકસ્માત સર્જાય શકે છે. ત્યારે સવાલએ ઉદભવિ રહ્યો છે કે મોરબી શનાળા બાયપાસ નજીક આવેલ સમયનો ગેટ જર્જરિત થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો તો શું આ ગેટ માર્ગ અને મકાન વિભાગના ધ્યાન નહિ આવતો હોય કે પછી અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ સમયનો ગેટ જર્જરિત થતા કોઈ અકસ્માત ન સર્જાય કે મોટી દુર્ઘટના ન ઘટે તે માટે મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા સમયનો ગેટ ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારે મોરબીના સામા કાંઠા વિસ્તારમાં ગેટ આવેલ છે જે ગેટ પણ જર્જરિત અવસ્થામાં જોવા મળે છે તેમ છતા માર્ગ મકાન વિભાગ દ્વારા હજું સુધી તે ઉતારવામાં આવ્યો નથી. ત્યારે શું માર્ગ અને વિભાગના ધ્યાનમાં આ સામા કાંઠા વિસ્તારમાં આવેલ સમયનો ગેટ નજરમાં નહીં આવતો હોય કે પછી અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યા છે. સામા કાંઠા વિસ્તારમાં આવેલ સમયનો ગેટ જર્જરિત હાલતમાં છે જો પડે તો ઘણી જાનહાનિ થઇ શકે છે જેથી વહેલી તકે કોઈ દુર્ઘટના બને તે પહેલાં તકેદારીના ભાગ રૂપે જર્જરિત થયેલા આ ગેટ ઉતારી લેવો જોઈએ તેમજ મોરબી જિલ્લામાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે પરંતુ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવલ ગેટ જ જર્જરીત અવસ્થામાં છે ત્યારે શું આ ગેટ પણ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.
મોરબી: હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ પ્રભુના જન્મોત્સવની સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૩૦ માર્ચના રોજ રામનવમીના પાવન અવસરે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને રામજન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૩૦ માર્ચને ગુરુવારે સવારે ૮ થી ૧૨ કલાકે શ્રી...
મોરબી: મોરબીથી વીસ કિલોમીટર દૂર આવેલું ચાચાપર ગામ દરેક રીતે સમૃદ્ધ અને સર્વાંગી વિકાસ વાળું ગામ છે. ત્યાં પટેલ, રબારી, અનુસૂચિત જાતિ વગેરે કોમ હળીમળીને અને સંપીને રહે છે. પરંતુ છેલ્લા છ-આઠ મહિનાથી આ ગામની એકતા અને સંપીને રહેવા જેવી બાબતને કોઈની નજર લાગી હોય તેમ છ મહિનાથી ગામમાં...