વિશ્વ હિંદુ પરિષદ બંજરગદળ દુર્ગાવાહીની માતૃ શક્તિ સહિત નાં હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ ને રવિવારે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે
જે શોભાયાત્રા તા. ૧૦ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠાથી પ્રારંભ થશે અને શહેરના મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડથી રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામેના રસ્તાથી બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, રવાપર રોડ વસંત પ્લોટ, શાક માર્કેટ અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા ખાતે પુર્ણાહુતી કરવામાં આવશે જે શોભાયાત્રામાં હિંદુ ભાઈઓ અને બહેનોએ જોડાવવા વિશ્વ હિંદુ પરિષદ સહિતની સંસ્થાઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...