આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને એ અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ- કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરી શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો..
શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર (અંકુર સોસા.) સત્યેશ્વર, સોમનાથ, બાદ જનકલ્યાણેશ્વર, રામેશ્વર (મોરબી-2),
શંકર આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી.. તમામ મંદિરોના મહંતશ્રીઓ અથવા પૂજારીશ્રીઓને શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.
દર્શન-યાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ. બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન BAPS સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...