ગુરૂદેવ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે
સદ્ગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૦૨૨ ના રોજ બ્રહ્મલીન થયા, ગુરૂજી દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર ના રોજ હોય, મોરબી નિવાસી ગુરૂજી ના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૦૨૨ ના રોજ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદ નુ આયોજન કરેલ છે. તો દરેક ગુરૂભક્તો ને સમયસર ઉપસ્થિત રહેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા વિનંતી.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...