સિરામિક એસો. દ્વારા ૧૦,૦૦૦ નંગ તિરાંગાનું વિતરણ કરાયું.
દેશના સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનુ આહવાન આપવામાં આવ્યું છે જેના અનુસંધાને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા લોકોમા રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત થાય અને રાષ્ટ્રભક્તિના માર્ગે ચાલી એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૦૦૦૦ નંગ તિરંગાનુ વિતરણ કરાયું ઉઘોઁગકારો પોતપોતાના નિવાસ્થાને અને ઘંઘાના સ્થળે ભારતભૂમિની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવે તેવી અપીલ મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા કરવામાં આવી છે.