સૌરાષ્ટ્ર યુનિ. B.Sc. Sem-3 ના રિઝલ્ટમા મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ સફળતાંના શિખર સર કર્યા
મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ 5 સ્થાન મેળવ્યા છે.
મોરબી જિલ્લા પ્રથમ વસિયાણી અંજલી ૯૨.૧૮%, દ્વિતીય મુછડિયા નિકિતા ૯૧.૬૪%, તૃતીય માથકીયા સુજાન ૯૦.૦૦%, તૃતીય વરાણીયા આરતી ૯૦.૦૦%, ચતુર્થ દેત્રોજા નેન્સી ૮૯.૨૭%, પાંચમા ક્રમે ગામી અપેક્ષા ૮૮.૦૦% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.