જે.નવીન સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં પ્રોબેબ્લ સિલેક્ટ થયો છે જે ખેલાડી મોરબીના કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી સિલેકશન પામ્યો છે
સી કે નાયડુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ ખેલાડી જે નવીન બંને હાથથી બોલિંગ કરી સકે છે જે લેફ્ટ આર્મ સ્પીન અને રાઈટ આર્મ ઓફ સ્પીન બોલિંગ કરે છે તેમજ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે બહુ ઓછા ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરી સકતા હોય છે જેમાં નવીન સ્થાન પામે છે
ટુર્નામેન્ટ માટે પસંદગી પામેલ નવીન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીનો પ્લેયર છે જે ડીસ્ટ્રીકટ મેચમાં સેન્ચુરી મારી અને કુલ છ વિકેટ ઝડપી હતી નવીન સારા બોલર, બેટ્સમેન તેમજ અટેકીંગ ફિલ્ડર પણ છે ખેલાડીની સિદ્ધિ બદલ મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી છે
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી...