આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ યોજાશે વિવિધ કાર્યક્રમો
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઇ શાહે હર ઘર તિરંગા કાર્યક્રમની જાહેરાત કરીને સમગ્ર દેશમાં અભિયાનમાં વધુને વધુ લોકો ભાગ લે તે આહ્વાન કરી વધુને વધુ આ કાર્યક્રમમાં જોડાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા વહિવટી તંત્રને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આપણા દેશની આન, બાન અને શાન એવા તિરંગો ઘર ઘર સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા આગામી સમયમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા તેમજ તાલુકા સ્તરે હાથ ધરવામાં આવનાર છે.
