હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ઘરની અગાસી પરથી પડી જતા ૪૦ વર્ષના પુરુષને ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે
કડિયાણા ગામના રહેવાસી મહેશભાઈ ધીરજભાઈ વાઢરકીયા (ઉ.વ.૪૦) પોતાના ઘરે કોઈ કારણોસર અગાસીમાંથી પડી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા માનસર ગામના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી...
મોરબી શહેરમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને સુરત લાજપોર જેલ ખાતે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા...