હળવદના ટીકર ગામે વાવણીની ઉપજ માંગતા પુત્ર અને તેની પત્નીએ પીતાને માર માર્યો
હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે જમીન પર કરેલ વાવણીની ઉપજ માંગતા પુત્ર અને તેની પત્નીએ પિતાને માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અલારખાભાઈ ઉસ્માનભાઈ કોરડીયા (ઉ.વ.૬૫) એ આરોપી તેમના જ ગામના યાસીનભાઈ અલારખાભાઈ કોરડીયા તથા જમીલાબેન યાસીનભાઈ કોરડીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીની માલીકીની જમીન ત્રણ એકર અને તેર ગુઠા જમીન હોય જે જમીનમાં તેનો મોટો દિકરો વાવણી કરતો હોય અને જે વાવણીની ઉપજ ફરીયાદીએ માંગતા ફરીયાદીનો દિકરો તથા તેની પત્ની એકસંપ કરીને પાઇપની બંબુડીથી માર મારેલ તથા ઢીકાપાટુનો મુઢમાર મારી બંને એ ભુડાબોલી ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપી હોવાની ભોગ બનનાર અલારખાભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.