હળવદના નવા દેવળીયા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મોરબી: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં વાડીએ લાઈટ રીપેર કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ નર્મદા જીલ્લાના બજરંગપુર ગામના વતની અને હાલ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં રઘુવીરસિંહ ગંભીરસિંહ દરબારની વાડીએ રહેતા અને મજુરી કરતા નરેશભાઈ રમણભાઈ ભીલ (ઉ.વ.૩૮) ગત તા. ૨૯-૧૦-૨૦૨૨ ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે રઘુવીરસિંહ ગંભીરસિંહની વાડીએ ઈલેક્ટ્રીક ટીસી પાસે લાઈટ રીપેર કરતી વખતે અકસ્માતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.