હળવદના સુર્યનગર ગામેથી ટ્રેલરની ટ્રોલી ચોરાઈ
હળવદ: હળવદ તાલુકાના સુર્યનગર ગામેથી ટ્રેલરની ટ્રોલી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુર્યનગર ગામે રહેતા છગનભાઇ જીવણભાઈ પરમાર (ઉ.વ.૭૦)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠેક વાગ્યા પહેલાં કોઈપણ સમયે ફરીયાદીના રહેણાંક મકાનની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીની ટ્રોલી (ટ્રેઈલર) રજીસ્ટર નં-GJ-13-AT-7296 કિં રૂ.૭૦,૦૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર છગનભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.