હળવદની વિસામો હોટેલમાં યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી
હળવદ: હળવદ હાઇવે પર કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલ વિસામો હોટેલમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ હાઇવે ઉપર કોયબા ગામના પાટીયા પાસે આવેલ વિસામો હોટેલમાં સુરેન્દ્રનગર જિલ્લાના પીપળી ગામના ધવલભાઈ ઈશ્વરભાઈ વાણિયા (ઉ.વ.૨૨) નામના યુવાને ગત તા. ૨૪-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇ કારણોસર આ હોટલના રૂમના પંખે ગળેફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.