હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં ઉનાળાના પ્રારંભની સાથે છેલ્લા ૨૦ દિવસથી પાણીની પળોજણે માથું ઊંચક્યું છે. આ વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓએ રણચંડી બની નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. પાણીના અભાવથી ત્રસ્ત મહિલાઓના ટોળાએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈ આકરા સુત્રોચાર કર્યા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
વિસ્તારવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યોને પાણી પ્રશ્ને અનેક વખત રજુઆત કરવા છતાં નપાણીયા તંત્ર દ્વારા આજ દિવસ સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો. મહિલાઓએ આકરા પાણીએ થઈ જો આગામી દિવસમાં આ પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે.
રવી પરીખ હળવદ
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...