Thursday, September 18, 2025

હળવદમાં યુવતીનો એકલતાનો લાભ લઈ આબરૂ લુંટવાની કોશિશ થતા બે સામે ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદના ભવાનીનગર ઢોરામા યુવતીના ઘરની બહાર શેરીમાં યુવતી એકલી જતી હોય ત્યારે તેની એકલાતાનો લાભ લઈ બે શખ્સોએ આબરૂ લુંટવાની કોશિશ કરતા યુવતીએ દેકારો કરતા યુવતીનો ભાઈ આવી જતા બંને શખ્સોએ યુવતીના ભાઈને ધોકા વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરામા રહેતી યુવતીએ આરોપી અસબાઝ મયુદીન ફકીર તથા અકબર ઉર્ફે કાળો સરફરાજભાઈ માણેકીયા રહે બંને હળવદ ભવાનીનગર ઢોરામા તા.હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૦૪-૨૦૨૩ ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે ફરીયાદી તેમના ઘરની બહાર શેરીમાં એકલા જતા હોય ત્યારે તેમની એકલતાનો લાભ લઇ આરોપી અસબાઝ તથા આરોપી અકબર બાઇક લઇને આવી આરોપી અસબાઝએ ફરીયાદીનો હાથ પકડી તથા આરોપી અકબરએ ફરીયાદીની છાતીએ હાથ નાંખી આબરૂ લેવાની કોશીશ કરી છેડતી કરી દેકારો થતા ફરીયાદીનો ભાઇ આવી જતા આરોપી અસબાઝએ ધોકા વડે ફરીયાદીના ભાઇને મોઢા ઉપર ડાબી બાજુના ગાલના ભાગે તથા ગાલથી ઉપર માથાના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે મારી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીને આરોપી અસબાઝએ તથા આરોપી અકબરએ છાતીના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા કરી તથા ગાળો આપી હોવાની ભોગ બનનાર યુવતીએ બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૫૪,-એ, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૪૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર