હળવદ: હળવદના કવાડીયા ગામની સીમમાં રેલ્વેની વચ્ચે રેલ્વેના પાટા ઉપર ટ્રેન નીચે કપાઇ જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જયેશભાઇ કાનાભાઇ મકવાણા ઉ.વ. ૩૦ રહે મુળ મયુરનગર તા-હળવદ જી-મોરબી વાળો કોઇ કારણસર પોતાની મેળે રેલ્વે પાટા પર પડી રેલ્વે નીચે કપાઇ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
