હળવદ નજીક હાઈવે ઉપર ગઈકાલે મોડી સાંજે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ નજીક હાઈવે ઉપર કોયબા ગામના પાટીયા નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક ટ્રક જે પાઈપ ભરીને જતો હતો તે ટ્રકની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને કેબીનમાં બેઠેલા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો.
પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા.
ધોરણ 10 અને 12 – માર્ગદર્શન સેમિનાર
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત...
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત
મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ...