હળવદ શહેરમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતો યુવાન તેના દાદીને ગાળો આપતો હતો માટે તે યુવાનના નાના ભાઇએ તેને દાદીને ગાળો આપવાની ના કહી હતી ત્યારે યુવાને તેની પાસે રહેલી છરી વડે તેના સગા નાના ભાઈને મોઢા, નાક અને હોઠ ઉપર ઈજા કરી હતી અને વચ્ચે પડેલા દાદાને પણ ધક્કો મારીને પાડી દીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના સગાભાઇની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર (ઉંમર ૧૭) એ હાલમાં તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ અશ્વિનભાઈ તેની દાદીને ગાળો આપતો હતો ત્યારે તેને ગાળો આપવાની ના કહી હતી જે બાબતનો ખાર રાખીને અશ્વિનભાઈને કલ્પેશને ગાળો આપી હતી અને બાદમાં અશ્વિનભાઈએ તેની પાસે રહેલ છરી વડે કલ્પેશને મોઢા, નાક અને હોઠ ઉપર ઇજાઓ કરી હતી તેમજ કલ્પેશને બચાવવા માટે વચ્ચે પડેલા તેના દાદા ગાંડુભાઈને ધક્કો મારીને પડી દીધા હતા જેથી હાલમાં સારવાર લીધા બાદ કલ્પેશભાઈ પરમારે તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...