હળવદ માળિયા હાઈવે પર રોડની સાઈડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા
મોરબી: હળવદ માળિયા હાઈવે પર આવેલ અમુલ ફર્નિચર અને એ.સી. એગ્રો વચ્ચે રોડની સાઈડમાં આવેલ બાવળના જુંડમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઈવે પર આવેલ અમુલ ફર્નિચર અને એ.સી. એગ્રો વચ્ચે રોડની સાઈડમાં આવેલ બાવળના જુંડમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી અશોકભાઈ જેઠાભાઈ ચીભડીયા, સુરેશભાઈ વિનુભાઈ વાઘેલા, અલ્તાફભાઈ હુસેનભાઈ કટીયા, ગોવિંદભાઈ અજાભાઈ જખાણીયા, નાનજીભાઈ બાબાભાઈ વાઘેલા રહે. બધા હળવદ વાળાને રોકડ રકમ રૂ.૧૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સામતભાઈ ભરવાડ રહે. અન્ન્ક્ષેત્રની બાજુમાં કુંભારપરા હળવદ તા.હળવદ તથા વિપુલભાઈ રાજુભાઈ વાઘેલા રહે. બી.એસ.એન.એલ. એક્સચેન્જ સામે ઝુંપડામાં તા.હળવદ વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસે સાતે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.