મોરબી થી રૂપિયા ૫૧ લાખની કિંમતનો લેમીનેટ સીટ ટ્રકમાં લોડ કરી નેપાળ ખાતે પહોંચતી કરવાની હોય આ લેમીનેટ સીટ નેપાળ પહોંચે તે પહેલાં જ ટ્રક ચાલક દ્વારા સગેવગે કરી દેતા આ બાબતની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયા બાદ પોલીસે ઉત્તરપ્રદેશના ગાજીપુરથી ટ્રકના ક્લીનર અને મુખ્ય સૂત્રધાર આરોપીના સાળાને 51 લાખની લેમિનેટ્સ શીટ તેમજ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ ટ્રક સાથે ઝડપી લીધો છે.
મોરબી નાયબ જિલ્લા પોલીસવડા મુનાફખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં જોબવર્કથી પ્લાયવુડ અને લેમીનેટ્સ સીટ બનાવડાવી સપ્લાય કરવાનું કામ કરતી કઝારીયા પ્લાયવુડ નામની પેઢીના મેનેજર દીપકભાઇ મનસુખભાઇ ઘોડાસરાએ ઉત્તરપ્રદેશ આઝમગઢના ગોપાલપુર સરદહા બજાર, મહારાજ ગંજ ખાતે રહેતા ટ્રક ચાલક દીલીપકુમાર અભીમન્યુ સીંગ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરી અડધા કરોડથી વધુ કિંમતની લેમીનેટ્સ શીટ નેપાળ નહિ પહોંચાડી હડપ કરી જવા મામલે ગત તા.15ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદ મુજબ તા.25 ફેબ્રુઆરીના રોજ મોરબીથી 5775 નંગ લેમીનેટ્સ શીટ કિંમત રૂપિયા 51,97,544 કેશરીચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે પહોચાડવા માટે શર્મા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી ટ્રક નં. યુપી -50-સીટી-087મા ભરી મોકલાવેલ હતો. પરંતુ આરોપી ટ્રક ચાલકે આજદિન સુધી કેશરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે લેમીનેટ્સ શીટ ન પહોંચાડતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૭ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા પોલીસની ટીમને ઉત્તરપ્રદેશ મોકલી હતી. આ કેસમાં ઉત્તરપ્રદેશ ગયેલી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી હતી અને આરોપીઓ દ્વારા છેતરપિંડીથી મેળવાયેલ લેમિનેટ્સ શીટ સસ્તાભાવે વેચી નાખવા દુકાન શરૂ કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ ટીમે આરોપી કિશનસિંહ રાજેશસિંહ રાજપૂત કે જે મુખ્ય સૂત્રધાર અને ટ્રક ચાલક દિલીપસિંઘનો સાળો થતો હોય પોલીસે ગાજીપુર ખાતેથી આરોપીને 51 લાખની કિંમતની લેમિનેટ્સ શીટ અને ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલા ટ્રક સહીત ઝડપી લીધો હતો.
આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એન.વાઢિયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ લકુમ અને ઇન્દ્રવિજયસિંહ પરમાર સહિતનાઓએ કરી હતી.
મોરબીના જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે આવેલ આરોપીની ભાડાની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કિં રૂ. ૮૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમી મળેલ કે રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા રહે.મોરબી કાલીકાપ્લોટ...
મોરબીમા ગરબા કલાસીસની નોંધણી અને ભાઇઓ -બહેનોને અલગ સમયે ગરબા ક્લાસ રાખવા પોલીસને રજુઆત
થોડા સમયમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અગાઉ થી ખેલૈયાઓ ગરબા શિખવા માટે ક્લાસીસ રાખતા હોય છે જેમાં ગરબા ક્લાસીસની નોંધણી અને ભાઈઓ - બહેનોને અલગ અલગ સમયે ગરબા ક્લાસ રાખવા બાબતે પાટીદાર યુવા સેવા...
મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની પંચાસર ચોકડી પાસે એક કાર રોકી તપાસ કરતા આરોપી ધ્રુવભાઈ અંબારામભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૩) રહે. રવાપર રોડ કાયાજી...