મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વિડજાના સ્મરણાર્થે અને ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંતવાણી કાર્યક્રમમાં અલ્પાબેન પટેલ, બિરજુભાઈ બારોટ, મહેશભાઈ ગઢવી અને લાલજીભાઈ વિડજા ભજનની રમઝટ બોલાવશે.
તો આ સંતવાણી કાર્યક્રમમાં પધારવા ચંદુભાઈ લક્ષ્ણભાઈ વિડજા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વિડજા અને કિશોરભાઈ લક્ષ્મણભાઈ વિડજા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
