આજરોજ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૦ થઈ.
મોરબી તાલુકાના બેલા ગામ પાસે શંભુ હોમ ડેકોર નજીક રોડ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષીય અજાણ્યા યુવકે અજાણ્યા રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા નમો વન આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પર થી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે એવા વિરોધ સાથે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
કારણ કે એ જગ્યા રાજવી પરિવારોએ સંપાદનમાં...