મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજે મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાઓની અધ્યક્ષતામા લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમાં ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા. અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી અને આ લોકદરબારમાં DYSP ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર વાળા, PI સોલંકી તથા આશરે 150 જેટલા આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...