આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નજરબાગ લાયન ક્લબ તથા લકી ગ્રુપ દ્વારા ચકલીઘર તથા પાણીનાં કુંડા વિતરણ કરાયા
૨૦મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને ચકલીએ ઘર આંગણાનું પક્ષી છે. વહેલી સવારમાં જ ઘર આંગણમાં પહોંચીને ચીં ચીં બોલીને આંગણું ગજાવે છે અને આ ચકલીઓને રહેવા માટે નળીયાનાં મકાનો હતા તેમાં દીવાલોમાં લાકડાની આડી કે દિવાલોમાં ટીંગાતી છબીઓની પાછળ પોતાનો માળો નાખીને પોતાના બચ્ચા ઉછેરતા. પરંતુ સિમેન્ટ કોન્ક્રીટનાં મકાનો બનવા લાગતા લાકડાની આડીવાળા નળિયાના મકાનો ધીમે ધીમે લુપ્ત થઈ ગયા જેના કારણે ચકલીઓને માળા નાખવાનું કે બચ્ચા ઉછેરવાનું કોઈ આશરો નહીં રહેતા ધીમે ધીમે આ ચકલીઓ લુપ્ત થવા લાગી હતી.
તેવા સમયે સેવાભાવી લોકોએ ફાઇબરનાં, પુઠાનાં અને લાકડાના ચકલીઘર બનાવીને કોઈ ઝાડ પર કે કોઈ પણ સ્થળે તેને ટીંગાડીને તેમાં ચકલીઓ પોતાના બચ્ચાઓને ઉછેરી શકે તેવું વાતાવરણ ઊભું કર્યું છે. અને હાલ અનેક સંસ્થાઓ વિશ્વ ચકલાં દિવસ નિમિત્તે પાણીના કુંડા અને ચકલઘરનું વિતરણ કરે છે. ત્યારે મોરબીનાં સામા કાંઠા ગેંડા સર્કલ નજીક લકી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે નજરબાગ લાયન ક્લબ દ્વારા રવાપર રોડ ઉપર ચકલીઘર અને પાણીના કુંડાઓનો વિતરણ કરવામાં આવ્યું હતું. એકંદરે ચકલી બચાવો અભિયાન માં વેગ આવ્યો છે તેઓ જણાઈ રહ્યું છે.