ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ છે.જેમાં મોરબીમાં રૂપિયા 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના સિરામીક પાર્કના નિર્માણની જાહેરાત કરવામાં આવિ છે.
ગુજરાત સરકારના નાણામંત્રી દ્વારા આજે વિધાનસભામાં રૂપિયા ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ ૭૦૩૦ કરોડની જોગવાઇ ટેક્ષટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન પૈકીના ખાસ ક્ષેત્રોને મજબૂત કરવા માટે જોગવાઇ રૂ ૧૪૫૦ કરોડ બાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે અંદાજે ૩૭ હજાર લાભાર્થીઓને ધિરાણ માટે વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ ૨૩૮ કરોડ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ ૧૪,૨૯૭ કરોડની જોગવાઇ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં ૭૫ ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે જોગવાઇ રૂ ૫ કરોડ મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઇ રૂ ૭૨૨ કરોડ.સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઇ રૂ ૨૨૪ કરોડ વર્લ્ડ બેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ ૩ હજાર કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ માટે રૂ. ૧ કરોડની જોગવાઈ કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ન નોંધાયેલ લોકો પણ હવે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે રૂ ૫ કરોડની જોગવાઈ કરવમાં આવી હતી
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...