આનંદો હવે મોરબી વાંકાનેર ની ડેમુ ટ્રેન ની ટ્રીપ માં વધારો કરાયો
મોરબી વાંકાનેર વચ્ચે નિયમિત દોડતી ડેમુ ટ્રેન કોરોનાની મહામારી ના પગલે લાગેલા લોકડાઉન નાં કારણે બંધ કરવામાં આવેલ ત્યારબાદ અલગ અલગ રૂટની ટ્રેન શરુ કરવાનાં ભાગરૂપે મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન પણ શરુ થઇ હતી. જોકે અગાઉ જે ટાઈમ ટેબલ મુજબ ડેમુ દોડતી હતી તેમાં બપોરે 12:45 ના સમયે વાંકાનેરથી મોરબી આવતી અને 1:15 ના વાંકાનેર પરત જતી હતી તે ટ્રીપ શરુ થઇ ન હતી. જેના કારણે વાંકાનેરથી દ્વારકા,સોમનાથ તેમજ પોરબંદર સહીત જતી ટ્રેન લેવામાં મુશ્કેલી થતી હતી જેથી કાર્યકરો દ્વારા આ ટ્રેન શરુ કરવા માંગણી કરવામાં આવી હતી જે માંગણીને ધ્યાને લઇ રાજકોટ ડીઆર એમ દ્વારા તા 14 એપ્રિલથી બપોરના સમયે ટ્રેનની વધુ એક ટ્રીપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટ્રીપનો સમય આ મુજબ રહેશે
1) ટ્રેન નંબર 09444 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક)
ટ્રેન નંબર 09444 મોરબી – વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ બપોરે 13.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.50 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર, મકનસર અને ઢુવા સ્ટેશન પર ઉભી રહેશે.
2) ટ્રેન નંબર 09563 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક)
ટ્રેન નંબર 09563 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ બપોરે 12.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન ઢુવા, મકનાસર, રફાલેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.