‘આપ’ છોડી રઘુવંશી સમાજની મહિલાઓ કોંગ્રેસ માં જોડાઈ, જયંતીલાલ ને જીતાડવા માટે કામે લાગી,
મોરબી: જયંતીલાલના લોકસંપર્ક રાઉન્ડ અને સભાઓ માં મતદારો નું પ્રચંડ સમર્થન, અનેક જ્ઞાતિ સમાજ ના આગેવાનો આવી રહ્યા છે કોંગ્રેસ ના સમર્થનમાં..
મોરબી વિધાનસભા ની ચૂંટણી માં માહોલ જામી રહ્યો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ નું જોર વધી રહ્યું છે, વિવિધ સમાજ અને વિપક્ષ ના આગેવાનો કાર્યકરો કોંગ્રેસ ને સાથ આપવા જોડાઈ રહ્યા છે, જેમાં મોરબીની આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી રઘુવંશી સમાજ ની મહિલાઓએ પણ કોંગ્રેસનો ખેસ પહેરી જયંતીલાલ ને જીતાડવા કામે લાગી ગઈ છે
મોરબી માળીયા વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ નો જંગ ચાલી રહ્યો છે,જેમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને તેમની સ્વચ્છ છબી અને સરળ સ્વભાવ ના કારણે મતદારો નો ઉમળકા ભેર આવકાર મળી રહ્યો છે, પ્રચાર ના રાઉન્ડ અને સભાઓમાં કોંગ્રેસ ને સમર્થન આપવા મોટી સંખ્યામાં મતદારો નો ટેકો મળી રહ્યો છે, મોરબી ના કોંગ્રેસ કાર્યાલય પર પણ કાર્યકરો અને સમર્થકો ટીમ વર્ક સાથે ખભે ખભા મિલાવી ને જયંતીલાલ ને જંગી બહુમતી થી વિજયી બનાવવા મહેનત કરી રહ્યા છે
દરરોજ સવારે મોરબી ના મતદારો સાથે સીધો સંપર્ક કરવા પરિવર્તન યાત્રા કરી રહેલા જયંતીલાલ પટેલ ને ટેકો આપવા વિવિધ જ્ઞાતિ, સમાજ અને વિપક્ષના આગેવાનો કોંગ્રેસ માં જોડાઈ રહ્યા છે, જેમાં આજે આમ આદમી પાર્ટીને રઘુવંશી સમાજ ની બહેનો એ પણ કોંગ્રેસ ના જયંતીલાલ પટેલ ના સમર્થન માં જોડાઈ ગયા હતા, જેમને ઉમેદવાર જયંતીલાલ અને કોંગ્રેસના આગેવાનો એ સહર્ષ આવકાર આપી કોંગ્રેસ ના વિજય માટે કામે લાગી જવા જણાવ્યું હતું.