તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા બીજા કોઈ ની જમીન પચાવી પાડનારરા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પાછલા દિવસો માં સમગ્ર હળવદ પંથક માં લેન્ડ ગ્રેબિંગ ના કેસ માં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે હળવદ ના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન ને સાંથણી માં અપાયેલી જમીન ખાલસા થઇ ગઇ હોવા છતાં આ જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન અંબિકા પ્રસાદ ત્રિવેદીને સરકાર દ્વારા 1976માં સાંથણી માં ખેતરડી ગામ ની સીમ સરવે નંબર 183 પૈકીની જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી હતી જોકે આ જમીન અંબિકા પ્રસાદ ત્રિવેદીને શેઢા પાડોશી ને વાવવા માટે આપ્યા બાદ સરકાર દ્વારા આ જમીન ખાલસા કરવામાં આવી હતી જે જમીન પરત મેળવવા અંબિકા પ્રસાદ ના ભાણેજ એવા રવિભાઈ એ કલેક્ટરનું અપીલ કરી હોય અને કેસ ચાલતો હોય તેઓ જમીન ઉપર ગયા હતા ગયા હતા ત્યારે આરોપી મૈયાભાઈ પેથાભાઈ ભરવાડ, જગા ભાઈ વહાભાઈ ભરવાડ, તથા લાલાભાઈ વીરાભાઇ ભરવાડે આ જમીનમાં લીંબુનું વાવેતર કરેલ હતું જ્યારે આ જમીન ખાલી કરવાનું જણાવતા આરોપીઓ એ ધમકી આપતા અને અહીંયા ફરીથી નહીં આવવાની ધમકી આપી હતી છે જેને પગલે આ જમીનનું કુલમુખત્યારનામું ધરાવતા રવિભાઈ એ આ અંગે અરજી કરતાં કરતાં હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રિપોર્ટ – રવી પરીખ હળવદ
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...