Sunday, May 19, 2024

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મુખ્ય વિષય “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન”ની ઉજવણી કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા મુખ્ય વિષય “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન”ની ઉજવણી કરી રહ્યુ છે.

જેમાં શ્રીમતિ એલ કે સંઘવી હાઇ સ્કૂલ ખાતે “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન” ડ્રોઈંગ સ્પર્ધા “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન” નિબંધ સ્પર્ધા રોકેટ સાયન્સ જેમાં વિદ્યાર્થિની દ્વારા આપવામાં આવેલા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી તેમજ દેશના વડાપ્રધાન દ્રારા દેશમાં મહિલાઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના રાજેશ્વરી એચ પંડ્યા દ્વારા વિદ્યાર્થિની ઓને વિવિધ બાંધણીની ડિઝાઇન કઈ રીતે બનાવવામા આવે છે તેની વિષતૃત માહિતી આપી તેમજ વિદ્યાર્થિની જાતે બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી વિદ્યાર્થીની માટે ગોઠવવામાં આવેલી સ્પર્ધામા ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીને પ્રમાણ પત્ર તેમજ સુંદર નિબંધ તેમજ ડ્રોઈંગને એક થી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રીમતિ એલ કે સંઘવી સ્કૂલના પ્રિન્સીપાલ દર્શનાબેન જાની તેમજ તમામ શાળા સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો શાળામાં કાર્યક્રમ રાખવા બદલ તમામ ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો હધ્યપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર