મોરબી: મોરબી – માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં આવતીકાલે મંગળવારે મોરબીના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલી તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
૬૫ મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે. પટેલના સમર્થનમાં તારીખ ૨૯-૧૧-૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરેલ છે. આ બાઈક રેલીની શરૂઆત ૧૨:૩૦ કલાકે ઉમીયા આશ્રમ મહેન્દ્રનગર કાર્યાલયથી થશે તો આ પરીવર્તન સંકલ્પ યાત્રા માં સૌ મીત્રો, યુવાનો, મતદાર ભાઈઓ તથા બહેનો કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને વધુમાં વધુ સંખ્યામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર સી.સી.રોડ તથા નવી ડ્રેનેજ લાઈન નાખવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત મોકલવામાં આવેલ જે અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે જેથી આ રોડનો DPR તૈયાર મોરબી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
જેમાં અંદાજીત ૧૨ મીટર...