ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા દિપાવલીના તહેવાર નિમિત્તે રાહતદરે મીઠાઈ-ફરસાણ વિતરણ
મોરબી: મોરબી વાસીઓ માટે ખુશખબર ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ દીપાવલીના તહેવાર પ્રસંગે જરૂરીયાત મંદો માટે રાહત દરે મીઠાઇ તથા ફરસાણ વિતરણ કરવાનું આયોજન કરાયેલ છે. ગત વર્ષે જે જગ્યાએ બુકીંગ થતું હતુ તે જ જગ્યાએ તા. ૧૪-૧૦-૨૦૨૨ થી ૧૯-૧૦-૨૨સૂધી પાંચ(૫) દિવસ માટે બુકીંગ શરૂ થશે તેમજ ૨૨-૧૦-૨૨ સાંજે ૪ થી ૮ સુધી, ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે જેનો જાહેર જનતાને લાભ લેવા વિનંતી કરેલ છે.
જ્યારે મીઠાઈ ૫૦૦ ગ્રામના રૂ.૧૩૦ જેમાં ચોકલેટ, બરફી,બટર સ્કોચ બરફી, ગુલાબ પાક થાબડી, ટોપરા પાક તથા સ્પેસીયલ ફરસાણ ૫૦૦ ગ્રામના રૂ.૧૬૫ જેમાં મીક્સ ચવાણું, પાઈનેપલ ચેવડો, મંચુરિયન ચેવડો, બોમ્બે ભેળ, ચીઝ ચેવડો,તીખુ ભુસુ, આલુ સેવ, મળશે.
મીઠાઈ માટેના બુકીંગ સ્થળ – ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા-મો. ૯૮૨૪૬ ૧૬૦૮૯, વિકાસ ઓટો મોબાઇલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ બજાર લાઈન નિસર્ગભાઈ મોઃ ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ મહેન્દ્રનગર મેઇન રોડ કિરીટભાઈ સંઘવી મો.: ૯૪૨૯૦૯૭૭૬૫, વંદનાબેન જોષી ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ પુજા હોસ્પિટલ પાસે શનાળા રોડ મો- ૮૧૨૮૬૩૮૩૮૦, પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ, મો: ૯૪૨૮૨ ૮૦૮૧૭, કિશોરભાઈ પલાણ, વસત પ્લોટ-૩ ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨, શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪૫૭૧૯૯, ડીવાઈન હોઝીયરી, સુપર માર્કેટ મો.: ૯૮૨૫૭ ૧૮૨૯૦(સાંજે ૬ થી ૮), યોગેશભાઈ રામાવત, શિતલધારા મીનરલ વોટર ઉમા હોલ પાછળ, રવાપર, ૭૯૯૦૨૯૬૭૧૧ સંપર્ક કરવાનો રહેશે. આ આયોજનમાં આર્થિક સહયોગ અક્ષર ડેવલોપર્સ મોરબી તથા ટી.ડી.પટેલ ઓમ શાંતિ ગ્રુપ મોરબી દ્વારા કરવામાં આવેલ છે.