એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાંઠની વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ઉજવણી કરાઇ
વાંકાનેર: એલ્ડર લાઇન 14567, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન 14567 ની શરૂઆત તારીખ 19/01/2022 ના રોજ કરવામાં આવી હતી. જે એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાઠની વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે એલ્ડર લાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર PSI ડી.વી. કાનાણી, વાંકાનેરના નવાપરા વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, એલ્ડર લાઇન FRO રાજદીપ પરમાર, નારી અદાલત તાલુકા કો – ઓર્ડીનેટર તેજલબા ગઢવી, PBSC મહિલા કાઉન્સેલર દીપિકા દેશાણી, સીડીપીઓ વૈશાલીબા, સીડીપીઓ ચાંદની બેન વૈદ્ય, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રમુખ પ્રવિણાબેન પંડ્યા, અર્બન હેલ્થ સેન્ટર એમપીએચડબ્લ્યુ ઈરફાન વાકલિયા, ICDS તમામ સુપરવાઇઝર અને તમામ સ્ટાફ અને ICDS વાંકાનેર તાલુકાના આંગળ વાડી વર્કર બહેનો તથા વાંકાનેર વિસ્તારની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી અને મુખ્ય મહેમાન ધર્મેન્દ્ર સિંહ ઝાલાનું પુષ્પ ગુચ્છથી એલ્ડર લાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા સ્વાગત કર્યું હતું અને ICDS CDPO વૈશાલીબાએ એલ્ડર લાઈન વતી મહેમાનો અને સ્ટાફનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ એલ્ડર લાઇન રાજદીપ પરમારે પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એલ્ડર લાઇન વિશે માહિતી આપી હતી. અને બાદમાં પીએસઆઇ કાનાણી મેડમે એલ્ડર લાઇન વિશે પોતાના શબ્દો જણાવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તાલુકા પંચાયત ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પોતાના શબ્દો દ્વારા વડીલ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં મેડીકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના એમપીએચડબલ્યુ ઈરફાન વાકલીયાએ સેવા પુરી પાડી હતી. આમ, એલ્ડર લાઈન પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વડીલો દ્વારા કેક કાપીને કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામ મહેમાનો અને સ્ટાફ અને તમામ મિત્રોને નાસ્તો અને ચા આપીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.