એસટી વિભાગ દ્વારા મોરબી અને વાંકાનેર એસટી ડેપો મેનેજરની બદલી કરાઈ
મોરબી : ગુજરાતના વાહન વ્યવહાર એસ.ટી વિભાગ દ્વારા રાજ્યમાં આજે મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દિલિપ શામળાની લીમડી ડેપોમાં બદલી કરાઈ છે ત્યારે તેની જગ્યાએ ઉપલેટા ડેપોના ડેપો મેનેજર એ.એન.પઢારીયા મોરબી ડેપો મેનેજર તરીકે મુકાયા છે. તેમજ વાંકાનેર ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રીમતી કે.એમ. ભટ્ટની રાજકોટ ડેપોમાં ડેપો મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ ગોંડલ ડેપોના જે.આર. અગ્રાવત વાંકાનેર ડેપો મેનેજર તરીકે મુકાયા છે.