(સૌજન્ય થી)મોરબી:30:10:2022ના રવિવારની સાંજ મોરબી માટે ક્યારેયના ભુલાય તેવી ભયાનક રાત લઈને આવી હતી. પાંચ દિવસ પેહલા જ પુનઃ શરુ થાયે મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન જુલતો પુલ ધરાશાહી થાઈ ગયો અને સાથે સાથે હજારો લોકોના દિલને રડાવતો ગયો. મોતની ચીચિયારી શહેરને ડરાવી દે તે પેહલા જ સેંકડો લોકોને ફરી એકવાર મચ્છુએ પોતાનામા સમાવી લીધા. કેટલાય વ્હાલ સોયા પરિવરે ગુમાવ્યા તો કયાક પરિવાર જ ના રહ્યો.
દિવાળીનો તહેવાર હોય મેહમાન આવ્યા હોય અને જો ઝુલતા પુલ ઉપર ના લઇ જાય તો નકામું અને માટે જ આજે સામાન્ય જ ભીડ હતી અને કદાચ આ દિવસ કરતા ઝુલતા પુલ ઉપર બહુ ભીડ જોઈને જ અમુક લોકોએ આજે જવાનુ ટાળ્યું હતું તે પોતાની જાતને ભાગ્યશાળી માંને તેના કરતા તેમના દિલમાં પોતાના સગા સબંધીને ગુમાવાનો વસવસો બહુ છે.
મોતના અકડાની ગુચમા નો પાડી તો મચ્છુ હોનારત અને ભૂકંપ બાદ આ સહુથી મોટી આફત મોરબીવસીઓ માટે છે એક બે કે દસ વિસ નહિ પરંતુ સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ભૂલકા પણ છે અને આ મોત પાછળ જવાબદાર કોણ તેની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે પણ શું આવી સીટ ક્યારેય કોઈ યોગ્ય તપાસ કરી શકી છે અને ક્યારેય કોઈને સજા મળી છે ખરી.
આ ઘટના બાદ સી. એમ હોમ મિનિસ્ટર અને નેતા નેતિના કાફલા આવી ગયા અને રાબેતા મુજબ ઘટના સ્થળની મુલાકાત અને સરકારી દવાખાનાની મુલાકાત લઇ લોકો ને આશ્વાસન આપી મૃતકોના મોતની બોલી સહાયના નામે બોલી ગયા અને હાલ હોમમાં મિનિસ્ટર રાહત કામગીરી પુરી ના થાય ત્યાં સુધી મોરબી નથી છોડવાના એવુ જાહેર કરે છે પણ તેના થી કોઈ ફર્ક ના પડે દોશી લોકોને સામે કડક કાર્ય વહી કરો તો સાચા માની અને હા કદાચ આ થિયરી મુજબ પી. એમ પણ આવશે અને જતા રહેશે.પણ આ મૃતકના ગુનેગારનું શું…?
એક વિશ્વાસ સાથે પ્રજા પોતાના પ્રતિનિધિ ચૂટે છે અને આ પ્રતિનિધિ પ્રજાની સુખાકારી વધે તેના માટે સરકારી નોકરોની નિમણુંક કરે છે પરંતુ શું આ બને પ્રજાના હિત માટે ક્યારેય કામ કરે છે ખરા. આ મોરબીની ઘટનાની જ વાત લઈલો મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આવી ગંભીર ઘટના માટે એમ કહી ઓરેવા ગ્રુપને એકલાને જવાબદાર ઠેરવી દીધા કે ફિટનેશ સર્ટી તેમને નોતું લીધું જો ખરે ખર આ વાત સાચી હોય તો આ ઓરેવા ગ્રુપે જયારે પોતાની વાહ વાહી કરટી પ્રેસ કોંફ્રેસ કરી અને તેના ન્યૂઝ સામે આવ્યા ત્યારે આ મોરબી નગરપાલિકાને નોહતી ખબર કે ફિટનેસ છે કે નાઈ પુલ કેટલો વાજન ખામી શકે તેમ છે કેટલી મર્યાદામાં લોકોને એક સાથે આ પુલ ઉપર પસાર થાઈ શકે છે. ઓરેવા ગ્રુપ તો ધંધાદારી છે તેને નફો કમાવા જ આ પુલ ભાડે રાખ્યો હોય તેના માટે નફો જ મહત્વનો હોય પણ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવડી મોટી ઘટના બદ જ કેમ યાદ આવ્યુ ઓરેવા ગ્રુપ દ્વારા ગેર કાયદેસર પુલ ઓપરેટ કરવામાં આવતો હતો અને બીજું આ પુલ જે એન્જીનીયરે રિપેર કર્યો છે તેને ખુદે કબૂલ કર્યું છે કે એક લિમિટ થી વધુ વજન આ પુલ નો ખામી શકે આમ છતાં જવાબદાર લોકો કેમ આંખ અડા કાન કરે છે.
ખેર મોરબી માથે કોઈ પણ આફત આવી હોય મોરબી વાસીઓ હિંમત પૂર્વક તેની સામે ઉભા રહી જાય છે અને આ વખતે પણ એવુ થયું લોકોએ હિંમત બતાવી કાઈ પણ જોયા વગર મદદ માટે જોડાય ગયા કાળજું કઢાણ કરી મોરબીવસીઓ નાના ભૂલકા થી લઇ વડીલોના મૃત દેહો મા મચ્છુના પેટાળમા થી કાઢ્યા કાચા પોચા તો ઠીક મર્દના પણ છાતીના પાટીયા ભીસાય જાય તેવા માહોલમા કેટલાય સેવાભાવિ લોકોએ તંત્ર સાથે મળી સેવા આપી. આ સાચા સેવાભાવિ લોકોને લાખ સલામ અને એક અનુરોધ એ તમામ લોકોને આ દુર્ઘટનામા મૃતક લોકોને ન્યાય મળે તેમાટે માત્ર મોબાઈલના સ્ટેટ્સ રાખી શ્રદ્ધાંજલિ આપવાના બદલે જવાબદાર તમામ લોકોને સજા મળે અને તેની સામે સીટ જયારે તપાસ કરે ત્યારે પણ હાલ જે ગુનો નોંધાયો છે તેમાં યોગ્ય કાર્ય વહી થાય અને માત્ર ઓરેવા ગ્રુપ જ કેમ એ તમામ લોકો સામે ગુનો નોંધો જે લોકોની જવબદારી આવતી હતી નગરપાલિકા કેમ આ ઘટના થી પોતાને દૂર રાખી શકે પ્રથમ જવબદારી જ નગરપાલિકાની આવે છે. આ ઘટના પાછળ કોઈ એક વ્યક્તિ ક્યારેય જવાબદાર નો હોય શકે ઓરેવા ગ્રુપ કોઈ આખરી સતા નથી કે તે ખુદ પુલ ચાલુ કરી દે જાહેર જાનતા માટે ખુલો મૂકી દે અને તેને આમ કર્યું તો આ નગરપાલિકાના સતાધીસ શું કરતા હતા. ઘટના સમયે બચાવ કરવા દોડી આવેલ અધિકારી તે સમયે ક્યાં ગયા હતા જયારે આ પુલ જાહેર જનતા માટે ખુલો મુક્યો. મોરબીવાસી આ સવાલ નો જવાબ માંગો શોક તો આપને પછી પણ માનવી લેશું પણ હાલ તો આ મૃતક લોકોને ન્યાય આપવાનો સમય છે અને ન્યાય આપવામાં નાતજાત ભાઈ ભત્રીજા ભૂલી આગળ આવો જો આ સમયે આ જાડી ચામડીના લોકોને આપણે જતા કરી શું તો આવા બનાવો બનવાના જ છે આજે મોરબી ગુજરાત છે તો કાલે કોઈ બીજું રાજ્ય અને બીજું શહેર હશે પણ ભોગ તો સામાન્ય માણસનો જ લેવાશે માટે બધું ભૂલી આ ઘટનામાં માત્ર ઉપર ઉપર થી તપાસ થાય તે યોગ્ય નથી તપાસ એક આઈ. પી. એસ. અધિકારીને સોપો અને આ લોકો સામે કડકમા કડક કામગીરી કરી મૃતકને સાચી શ્રદ્ધાંજલિ આપો બાકી બચાવ કામગીરી સ્થળે હાજર રહી કોઈ મોટી મોથ નથી મારી દીધી.
વધુમા હાલ જે ફરિયાદ ફાટી છે તેમાં ઓરેવા ગ્રુપનું નામ ક્યાય પણ નથી તેનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો માત્ર મેઇન્ટેનન્સ કરતી કંપની તેવો જ ઉલ્લેખ છે તો શું આગળ જતા ઓરેવાને બચાવ મળી રહે તેવી ફરિયાદ હાલ લેવામાં આવી છે અને આ ફરિયાદ લઇ માત્ર પ્રજાનો ગુસ્સો શાંત કરવાની કોસ્સી થાઈ રહી છે.
