Sunday, August 17, 2025

કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર કાર ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી જતાં બેનાં મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા: કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર દેવ સોલ્ટથી માળિયા તરફ હાઈવે રોડ ઉપર કાર પરથી કાબુ ગુમાવી રોડ વચ્ચેના ડીવાઈડર સાથે ભટકાતા ગાડી પલ્ટી ખાઈ જતાં કારમા બેઠલ માતા તથા બાળકો તેમજ કાર ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે એક વૃધ્ધ મહિલા અને યુવકને ગંભીર ઈજા પહોંચતા બંનેનાં મોંત નિપજ્યા હતા. આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના બળદિયા ગામમાં રહેતા કલ્યાણભાઈ નારણભાઈ વેકરીયાએ પોતાના હવાલાવાળી સિયાઝ ગાડી (કાર) નં- GJ-12- CG-9837 વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી આગળ જતા મોટરસાયકલને બચાવવા જતા પોતાની ગાડી (કાર) પરથી કાબુ ગુમાવી રોડ વચ્ચેના ડિવાઇડર સાથે ભટકાડી દઇ ગાડીને પલ્ટી ખવડાવી દઇ કારમા બેઠેલ કનિશાબેન તથા તેના બાળકો તથા પોતાને નાની-મોટી ઇજા પહોંચાડી તેમજ રામબાઇ કલ્યાણભાઇ વેકરીયા ઉ.વ.૬૦ તથા પ્રકાશભાઇ રામજીભાઇ લાખાણી ઉ.વ.૩૫ રહે.બંન્ને ગામ-બળદીયા તા.જી. ભુજ (કચ્છ) વાળાને ગંભીર ઇજા પહોંચતા તેઓના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે ગોવિંદભાઈ કલ્યાણભાઈ વેકરીયાએ કાર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૦૪(અ), ૩૩૭, તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઇજા થતા સારવાર ચાલુ હોય અટક કરેલ નથી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર