Wednesday, July 23, 2025

કચ્છ-મોરબી ને.હા. રોડ પર કન્ટેનર પાછળ ટ્રક ઘૂસી જતાં ડ્રાઈવરનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): કચ્છ – મોરબી નેશનલ હાઇવે સુરજબારી પાસે આવેલ ચેક પોસ્ટ પાસે કચ્છથી માળીયા તરફ આવતા હાઈવે રોડ ઉપર કન્ટેનર ગાડી રીપેર કરતા હોય ત્યારે તેની ગાડીને પાછળથી ભટકાડી દઈ ગાડી નીચે રહેલ ડ્રાઈવરના મોઢા ઉપર ટાયર ફેરવી દઈ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ કચ્છના મુન્દ્રા તાલુકામાં રહેતા લાલજીભાઇ રામજતનભાઈ પાલ (ઉ.વ.૪૨) એ આરોપી ટ્રેઈલર નંબર – RJ-07-GC-8036 ના ચાલક વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૩-૨૦૨૩ ના રોજ આરોપી એ પોતાના હવાલાવાળી ટ્રેઇલર નંબર આર.જે. -૦૭- જી.સી.-૮૦૩૬ વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી આગળ રોડની સાઇડમા કન્ટેનર ગાડી નં.જી.જે.-૧૪-ઝેડ-૬૦૪૦ વાળી ના ડ્રાઇવર આનંદકુમાર હરીલાલ પાલ ઉ.વ.૨૭ રીપેરીંગ કરતા હોય તેની ગાડીને પાછળથી ભટકાડી દઇ ગાડીના નીચે રહેલ ડ્રાઇવરના મોઢાના ભાગે ગાડીનુ ટાયર ફેરવી દઇ આખા શરીરે નાની મોટી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે લાલજીભાઇ એ આરોપી ટ્રેઈલર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર