આગામી રવિવારે તા.17 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય,કૂતરાઓ,બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવા માં આવશે. આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.
કુંડીઓનું વિતરણની 17 એપ્રિલ, રવિવાર સવારે 10 વાગ્યેથી સુભાષ ચોક, સરદાર બાગની સામે, ૐ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ મોરબી ખાતેથી કરવામાં આવશે. આ વિતરણમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જણાવ્યું છે.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...