ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી માટે કલેક્ટરએ પ્રશસ્તિ પત્ર આપી માહિતી વિભાગનું બહુમાન કર્યું
મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટરના હસ્તે જિલ્લા માહિતી કચેરીનું વિશિષ્ટ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું.
હળવદ ખાતે યોજાયેલા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી કરવા માટે થતા દુર્ઘટના સમયે અને ત્યાર બાદ સંપૂર્ણ બચાવ કામગીરીની પળેપળની વિગતો, ફોટોગ્રાફ અને વીડિયો ત્વરિત સરકાર તેમજ મીડિયા સુધી પહોંચવાડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયા, ફોટોગ્રાફર પ્રવિણભાઈ શનાળીયા, અન્ય સ્ટાફ જયેશ વ્યાસ તથા અજય મુછડિયા સહિતના ઉપસ્થિતોએ આ સન્માન સ્વીકાર્યું હતું.
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...