ગત ચુંટણીમાં આપેલા વચનો પાર્ટીએ પુર્ણ ન કરતા બોરીયાપાટી વાડી વિસ્તારના લોકોએ ફરી ચુંટણી બહિષ્કારનો સહારો લીધો
મોરબી: રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓએ પોતાના પક્ષને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબીનાં છેવાડાના વિસ્તારમાં આવેલ બોરીયાપાટીના વાડી વિસ્તારના લોકોએ ફરી એક વખત ચુંટણી બહિષ્કારનો સહારો લીધો જે ગત પેટા ચૂંટણી વખતે ભાજપ દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવશે તેવું આશ્વાશન આપી ચુંટણી બહિષ્કારના બેનેરો ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારે આજદીન સુધી પ્રાથમિક સીવિધાઓ ન મળતા બોરીયાપાટી વિસ્તારના લોકો દ્વારા ફરી ચુંટણી બહિષ્કારનો સહારો લય ચુંટણી બહિષ્કારના બેનેરો લાગાવવામા આવ્યા છે.
મોરબીના છેવાડાના વાડી વિસ્તાર બોરીયાપાટી વિસ્તારમાં રહેતા સતવારા સમાજ દ્વારા ગઈ પેટા ચૂંટણી વખતે ચુંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા હતા અને ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ભાજપ ઉમેદવાર બ્રીજેશ મેરજા દ્વારા બોરીયાપાટી વિસ્તારના લોકોને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જો હુ મોરબી માળિયા બેઠક પરથી જીતીશ તો બોરીયાપાટી વિસ્તારને તમામ પ્રાથમિક સુવિધાઓ અપાવડાવીશ ત્યારે આજદીન સુધી બોરીયાપાટી વિસ્તારમાં પ્રાથમીક સુવિધાઓનો લાભ ન મળતા આગામી મોરબી માળીયા બેઠકની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનેરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ બનેરોમાં લખ્યું છે કે, ઉપરોક્ત વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ મૂળભૂત સુવિધાઓ આપવામાં અત્યાર સુધીની દરેક પક્ષની સરકાર નિષ્ફળ નીવડી હોય વર્ષોથી હાલાકી ભોગવતા આ વિસ્તારના સતાવારા સમાજે આ અન્યાયનો જવાબ આપવા માટે આગામી મોરબી માળીયા બેઠકની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેતા રાજકીય પક્ષ અને નેતાઓની ઉંઘ ઉડી ગઈ જેથી હવે રાજકીય નેતાઓએ દ્વારા એવુ આશ્વાશન આપવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક સુવિધાઓ માટે કાલથી કામ શરૂ કરી દેવામાં આવશે જ્યારે બોરીયાપાટી વિસ્તારના લોકો દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો છે કે તો ચુંટણી છે એટલે કાલથી કામ ચાલુ કરશુ તો આજ દિવશ સુધી ક્યાં ગયા હતા.
