ગુજરાત ગેસની મોનોપોલી તોડવા પ્રોપેન ગેસ તરફ વળેલા મોરબી સીરામીક ઉદ્યોગને મંદીના માહોલમાં પડ્યા પર પાટુ લાગ્યું !!!
પ્રોપેન ગેસના ભાવમાં ટને રૂપિયા 3170નો વધારો:હજુ પણ ભાવ વધારો તોળાઈ રહ્યો છે
એચપીસીએલ ઓઇલ કંપની દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170નો ભાવ વધારો ઝીંકાયો છે જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે.સિરામિક ઉદ્યોગકારોએ સસ્તા ગેસના વિકલ્પરૂપે પ્રોપેન અને એલપીજીનો વપરાશ શરૂ કર્યો છે અને હાલમાં 70 ટકા જેટલા સિરામિક એકમો પાઇપલાઇન નેચરલ ગેસને બદલે પ્રોપેન અને એલપીજીનો વપરાશ કરી રહ્યા છે
સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગે ગુજરાત ગેસની મોનોપોલી તોડવા કમ્મર કસી લીધી હતી ત્યારે પ્રવર્તમાન બજારભાવ મુજબ ગુજરાત ગેસના નેચરલ ગેસની તુલનાએ પ્રોપેન ગેસ ૧૭ રૂપિયા સસ્તો પડતો હતો ત્યારે આવા સમયમાં પ્રોપેન ગેસમાં પણ ભાવ વધારો આવતા અને આવતા દિવસો માં હજુ પણ ભાવ વધારો આવતા દેખતા મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓને મુશ્કેલીમાં મુકી દીધા છે
મળતી માહિતી મુજબ જો પ્રોપેન ગેસ ગુજરાત ગેસ ના ભાવ થી વધી જશે તો ફરી એકવાર ઉદ્યોગપતિઓને ગુજરાત ગેસ તરફ વળવું પડી શકે છે જો આવું થઇ તો ….એક પ્રશ્ન તે પણ ઉભો થશે કે શું ગુજરાત ગેસ ફરી એક વાર બધા સીરામીક ઉદ્યોગને પુરતા પ્રમાણમાં પુરતો ગેસ આપી સકશે કેમકે અગાવ ગુજરાત ગેસ દ્વારા પુરતા પ્રમાણમાં ગેસ ના આપવાથી ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં પડ્યા હતા ત્યારે મોરબી ખાતે આવેલી ગુજરાત ગેસની ઓફિસ પર આ બાબતે રજૂઆતો કરવા પણ દોડ્યા હતા ત્યારે હવે આવતા દિવસોમા સીરામીક ઉદ્યોગઆવી મુશ્કેલી માંથી બહાર આવશે કે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જોવું રહ્યું